થરાદના નાગલા, ડોડગામમાં પાણીનો નિકાલ ન થાય તો આંદોલનની ચીમકી

થરાદના નાગલા, ડોડગામમાં પાણીનો નિકાલ ન થાય તો આંદોલનની ચીમકી

0



 

થરાદના ત્રણ ગામોમાં તાજેતરમાં પડેલા 10 ઇંચ કરતાં વધારે વરસાદને કારણે ગામ અને ગામની સીમમાં પાણીનો ભરાવો થવા પામ્યો હતો. આ પાણીનો નિકાલ કરવા માટે દોડી આવેલા જિલ્લા કલેકટર સહિતના વહીવટીતંત્રએ ખેડુતોને કાયમી નિકાલ માટેનું આયોજન કરવાનું આશ્વાસન આપ્યું હતું. બીજી બાજુ ગતરોજ આ ત્રણેય ગામોના ખેડુતોએ બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે પણ મળીને મૌખિક રજુઆતો કરી પાણીના નિકાલ માટેની માગણીઓ કરી હતી. ત્યાર બાદ મંગળવારના રોજ ડોડગામ અને નાગલા ગામના ખેડુતખ અગ્રણીઓ સાથે નાયબ કલેકટર કચેરીમાં દોડી આવ્યા હતા.

જ્યાં નાયબ કલેકટર વિ.સી. બોડાણાને આવેદનપત્ર સ્વરૂપે રજુઆત કરી સરકારની કાયમી નિકાલની યોજનાને તો બે વર્ષનો સમય લાગે તેમ છે. નાગલાના પુર્વ સરપંચ વાલાભાઈએ નાયબ કલેકટર સમક્ષ ખેડુતોના પ્રતિનિધિ તરીકે બોલતાં જણાવ્યું હતું કે અત્યારે પાણીના ભરાવાના કારણે વાવેતર થઇ શકે તેમ ન હોઇ પરિવારો તથા પશુઓને ખવડાવવાની તકલીફ પડે છે. તેમજ દસ દિવસમાં આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરાય તો નાછુટકે પ્રાંતકચેરી આગળ આવીને બેસવાની મૌખિક ચીમકી પણ ઉચ્ચારી હતી. નાયબ કલેકટરે તેમની રજુઆત ઉચ્ચસ્તરે મોકલી આપવાની ખાત્રી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ થરાદ તાલુકાના ખાનપુર નાગલા અને ડોડગામની સીમમાં પડેલા દસ ઈંચ વરસાદના કારણે નાગલા ગામ અને ત્રણેય ગામોની સીમ વિસ્તારમાં આવેલા ખેતરોમાં ત્રણથી ચાર ફુટ જેટલાં પાણી ભરાઈ જવા પામ્યાં હતાં.તાજેતરમાં વધુ બે ઇંચ વરસાદ થવાના કારણે ફરીથી તેટલું પાણી નવું આવી ગયું હતું.જો કે આ પાણીનો નિકાલ ગત 2015 અને 17 ની જેમ કૃત્રિમ રીતે પંપથી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોય નહીં હોઇ ખેડુતો સરકાર પાસે જ્યાં સુધી કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પંપીંગ કરીને પણ તેમના ખેતરોનો પાણીનો નિકાલ કરી આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે.

Post a Comment

0Comments

Comment

Post a Comment (0)