ગ્રામસભા બેઠક અહેવાલ ગામના સર્વાંગી વિકાસ માટે આયોજિત બેઠક

ગ્રામસભા બેઠક અહેવાલ ગામના સર્વાંગી વિકાસ માટે આયોજિત બેઠક

0

ગ્રામસભા બેઠક અહેવાલ

ગામના સર્વાંગી વિકાસ માટે આયોજિત બેઠક

ગામના સર્વાંગી વિકાસ માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગામના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી અને આવનારા સમયગાળા માટે આયોજન તૈયાર કરવામાં આવ્યું.

મનરેગા યોજના

મનરેગા યોજના અંતર્ગત ચાલી રહેલા કામો તથા યોજનાના નામમાં ફેરફાર અંગે સભ્યો દ્વારા સૂચનો રજૂ કરવામાં આવ્યા.

ખેતર રસ્તા વિકાસ

ખેડૂતોને ખેતરોમાં સરળ આવનજાવન માટે કાચા રસ્તાઓ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી.

પર્યાવરણ સંરક્ષણ

જંગલ કટીંગ (વૃક્ષછાંટણી) નિયમ મુજબ અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે કરવાની ચર્ચા કરવામાં આવી.

સ્ટ્રીટ લાઈટ યોજના

ગામના મુખ્ય રસ્તાઓ અને મહત્વના વિસ્તારોમાં સ્ટીલ લાઈટ લગાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો.

બેઠકમાં હાજર ગ્રામજનો

  • શ્રી પી.ડી.રાજપૂત (સરપંચશ્રી)
  • શ્રી મહેશભાઈ ચૌધરી (તલાટીશ્રી)
  • શ્રી જેમલભાઈ આસલ (ડે.સરપંચશ્રી)
  • શ્રી સુરેશભાઈ નાઈ (ડે.સરપંચશ્રી)
  • શ્રી વશરામભાઈ ચૌધરી (વી.સી.ઈ)
  • શ્રી જીતેન્દ્રભાઈ પરમાર
  • શ્રી નાગજીભાઈ પરમાર
  • શ્રી સેંધાભાઈ પરમાર
  • શ્રી ધનજીભાઈ ઠાકોર
  • શ્રી બબાભાઈ ઠાકોર
  • શ્રી ધનજીભાઈ સોલંકી
  • શ્રી મહેશગીરી ગોસ્વામી
  • શ્રી નિરંજનગીરી ગોસ્વામી

ગ્રામસભા બેઠકના ફોટોગ્રાફ્સ

Gram Sabha Photo 1 Gram Sabha Photo 2 Gram Sabha Photo 3

VB-G RAM G ACT, 2025

વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એક્ટ આધારિત મિશન (ગ્રામીણ)

ઐતિહાસિક નિર્ણય

સંસદ દ્વારા પસાર કરાયેલ “વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એક્ટ આધારિત મિશન (ગ્રામીણ): VB-G RAM G ACT, 2025” દેશના ગ્રામિણ પરિવારોએ માટે એક ઐતિહાસિક પગલું છે.

રોજગારી દિવસોમાં વધારો

આ નવા અધિનિયમ હેઠળ રોજગારીની ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે.

રોજગારીનો અધિકાર

અગાઉ મનરેગા (MGNREGA) હેઠળ રહેલી મર્યાદાઓ હવે દૂર કરવામાં આવી છે. જો કામ માંગ્યા પછી રોજગારી પૂરી ન પાડવામાં આવે, તો રોજગારી ભથ્થું આપવું ફરજિયાત રહેશે.

મજૂરીની સમયસર ચુકવણી

મજૂરી ચુકવણીમાં વિલંબ થાય તો દરેક વિલંબિત દિવસ માટે વધારાની મજૂરી સાથે ચુકવણી કરવામાં આવશે.

ગ્રામ સ્તરે આયોજન

હવે કામનું આયોજન ગ્રામસભામાં જ નક્કી થશે. ગ્રામ પંચાયત “વિકસિત ગ્રામ પંચાયત પ્લાન” તૈયાર કરશે.

કામની મુખ્ય શ્રેણીઓ

  • જળ સંરક્ષણ કામો
  • ગ્રામિણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
  • આજીવિકા વૃદ્ધિ
  • Climate Change પ્રતિરોધક કામો

ડિજિટલ સંકલન

તમામ કામો “વિકસિત ભારત ડિજિટલ રુરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેક” પર એકીકૃત થશે, જેથી પારદર્શિતા વધશે અને ભ્રષ્ટાચાર ઘટશે.

કૃષિ-શ્રમ સંકલન

વાવણી અને લણણી માટે કુલ 50 દિવસની છૂટ આપવામાં આવશે, જેથી ખેતી પ્રવૃત્તિઓ અસરગ્રસ્ત ન થાય.

વહીવટી ખર્ચ

વહીવટી ખર્ચની મર્યાદા 5% થી વધારીને 8% કરવામાં આવી છે, જેથી અમલવારી વધુ અસરકારક બનશે.

માહિતીનો પ્રચાર

પેમ્ફ્લેટ, પોસ્ટર, હોર્ડિંગ્સ તથા ગ્રામસભા દ્વારા અધિનિયમ અંગેની માહિતી વ્યાપક રીતે પહોંચાડવામાં આવશે.

બેઠકમાં ઉપસ્થિત તમામ ગ્રામજનોએ ગામના વિકાસ માટે એકજૂટતા દર્શાવી અને સહયોગ આપવાનો સંકલ્પ લીધો.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Comment

ટિપ્પણી પોસ્ટ કરો (0)