📍 સ્થાન
ડોડગામ (તા. થરાદ) ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં, વાવ–થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આવેલું ગામ છે.
👨🌾 મુખ્ય વ્યવસાય
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે.
🌱 મુખ્ય પાક
ઘઉં, જીરુ, વરિયાળી, રાયડો, બાજરી, કપાસ, દિવેલા, રજકો અને વિવિધ શાકભાજીના પાકોની ખેતી કરવામાં આવે છે.
🏫 સુવિધાઓ
ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા (નવયુગ વિદ્યામંદિર), પંચાયતઘર, આંગણવાડી, PHC દવાખાનું તથા દૂધની ડેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
⛪ મંદિર
ગામમાં ઠાકર (નકળંગ) ભગવાનનું મંદિર આવેલું છે. કારતક સુદ ૨ના રોજ અહીં મોટો મેળો ભરાય છે. દર મહીનાની અજવાળી બીજના દિવસે ભક્તો દર્શન માટે આવે છે.
🛣️ પહોંચવાનો માર્ગ
થરાદથી વાયા ખાનપુર–નાગલા માર્ગે અંદાજે ૧૦ કિ.મી. દૂર છે.
તેમજ થરાદ–મીઠા રોડ પર જાંદલાથી ૩ કિ.મી. અંતરે
ડાંબર રોડ મારફતે પણ ડોડગામ આવવાનો માર્ગ છે.